- Get link
- X
- Other Apps
Visit us more sites
- Get link
- X
- Other Apps
જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે "નેશનલ સ્પોર્ટ્સ ડે" ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.
જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલે તમામ ખેલાડીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી
(માહિતી બ્યુરો,તાપી) તા.૩૦: ૨૯ ઓગસ્ટ “નેશનલ સ્પોર્ટસ ડે” ભારતમાં હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદનો જન્મ ૨૯ ઓગષ્ટ ૧૯૦૫ માં અલ્હાબાદમાં થયો હતો. તેઓએ હોકીમાં વિશ્વકક્ષાએ ભારતનુ નામ રોશન કર્યુ હતુ. તેથી તેમના જન્મ દિવસને “નેશનલ સ્પોર્ટસ ડે" જાહેર કરવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને સમગ્ર દેશે આ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
"નેશનલ સ્પોર્ટ્સ ડે" નિમિત્તે શ્રી ર.ફ. દાબુ કેળવણી મંડળ દ્વારા ચાલતી જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) તાપી ખાતે ઉજવવામાં આવેલ હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે તાપી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી ચેતન પટેલે ખેલાડીઓને રમત-ગમત ક્ષેત્રે સફળ થવા અંગે પ્રોત્સાહિત કરી તમામ ખેલાડીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
ડી.એલ.એસ.એસ. કોચ આહિર પિંકલે ખેલાડીઓને મેજર ધ્યાનચંદ અને સ્પોર્ટ્સ ડે વિશે વિસ્તૃત માહિતી પુરી પાડી સૌને નેશનલ સ્પોર્ટ્સ ડે શુભેચ્છાઓ પાઠવી હતી.
ડીએલએસએસની ખેલાડી બાળાઓ દ્વારા કેક કાપી અને પ્લેંક ચેલેન્જ, દોરડી કૂદ, લીંબુ ચમચી જેવી વિવિધ ઇન્ડોર રમતોનું આયોજન કરી "નેશનલ સ્પોર્ટ્સ ડે"ઉજવવામાં આવ્યો હતો.
નોધનીય છે, કે ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે સરકારશ્રી તરફથી મળેલ ગાઈડલાઇન મુજબ ખેલાડીઓની તથા અન્ય સાથીમિત્રોની સુરક્ષાને ધ્યાને લઈ “સ્વચ્છ રહો, સુરક્ષિત રહો તંદુરસ્ત રહો,’હમ ફીટ તો ઇન્ડિયા ફીટ” ના સુત્રને ચરિતાર્થ કરવા આઉટ ડોર રમતોનું આયોજન ન કરતા માત્ર ઇન્ડોર રમતોનું આયોજન કરાયું હતું.
તાપી જિલ્લામાં યુવા રમતવીરોમાં ખેલભાવના કેળવવા તેમજ પ્રોત્સાહિત કરવાના ઉમદા આશય સાથે "નેશનલ સ્પોર્ટ્સ ડે" ની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment