નવસારી જિલ્લામાં પુરના પાણી ઓસરતા દવા છંટકાવ અને સાફસફાઇની કામગીરી હાથ ધરાઇ

 નવસારી જિલ્લામાં પુરના પાણી ઓસરતા દવા છંટકાવ અને સાફસફાઇની કામગીરી હાથ ધરાઇ

બીલીમોરા નગરપાલીકા દ્વારા વિવિધ સ્થળોએ સઘન સાફસફાઇને પ્રક્રિયા શરૂ

પુરના પાણી ઓસરતા હાશકારો લેવાની જગ્યાએ નવસારી જિલ્લા તંત્ર નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપી વધારે સતર્કતાથી કામગીરી કરી રહ્યું છે

-

નવસારી,૨૮: ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદના પગલે અનેક જિલ્લાઓએ પુરના સંકટનો સામનો કરવો પડયો હતો. નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પણ ભારે વરસાદ થતાં જિલ્લાની અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીઓમાં ધોડાપૂર આવતાં અનેક સ્થળોએ પાણી ભરાયા હતા જેમાં જિલ્લા વહીવટીતંત્ર સતર્ક બની કામગીરી કરી હતી. આજરોજ વરસાદનો જોર ઓછો થતા નદીઓને સપાટી નીચે ઉતરી છે. જેથી અનેક સ્થળોએ પુરના પાણી ઓસરી ગયા છે. આ પરિસ્થિતીમાં હાશકારો લેવાની જગ્યાએ નવસારી જિલ્લા તંત્ર નાગરિકોની સલામતીને પ્રાથમિકતા આપી વધારે સતર્કતાથી કામગીરી કરી રહ્યું છે. પુરના પાણી ઓસરતા વિવિધ જગ્યાઓ ઉપર રોગચાળો ન ફાટે તેની તકેદારી રાખી બીલીમોરા નગરપાલીકા દ્વારા સઘન સફાઇ અભિયાન અને દવા છંટકાવની કામગીરીમાં અને આરોગ્ય વિભાગ રોગચાળા નિયંત્રણની કામગીરીમાં વ્યસ્ત થઇ ગયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે તાત્કાલીક ધોરણે સતર્કતા રાખી કામગીરી કરવામાં આવી રહી છે. જે સરાહનાને પાત્ર છે. 










Comments