તાપીનું ગૌરવઃ દિકરી કક્ષ્તી નવિનભાઇ ચૌધરી

   તાપી જિલ્લાનું ગૌરવઃદિકરી કક્ષ્તી નવિનભાઇ ચૌધરી                                                  

વડાપ્રધાનશ્રીએ તા.૧૬ સપ્ટેમ્બર ના રોજ અમદાવાના મોટેરાથી પ્રસ્થાન કરાવેલ મેટ્રો ટ્રેનની સારથી બની તાપી જિલ્લાની દિકરી કક્ષ્તી નવિનભાઇ ચૌધરી






આદિવાસી સમાજની કશ્તીના પિતા નવીનભાઈ ઈજનેર તરીકે નિવૃત્ત થયા છે અને માતા નલીનીબેન શિક્ષિકા છે 

અમદાવાદ મેટ્રો રેલના બીજા તબક્કાનો સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો હતો અને સાથે મુસાફરીનો આનંદ પણ લીધો હતો. આ મેટ્રો રેલમાં ઓપરેટર તરીકે સંચાલન આદિવાસી સમાજમાંથી આવતી કશ્તી ચૌધરીએ કર્યું હતું.

મહિલા સશકિતકરણને પ્રોત્સાહન આપતા આ ન્યૂઝની જાણ લોકોને થતા તાપીજિલ્લામાં ખુશીની લહર વ્યાપી ગઈ છે.વ્યારા મુસા રોડ ખાતે શિવશક્તિ સોસાયટીમાં રહેતા અને હાલમાં જ કેવડિયા ખાતે સરદાર સરોવર નિગમ ખાતે જીએસઈસીએલમાં ડેપ્યુટી ઈજનેર તરીકે ફરજ  બજાવી નિવૃત્ત થયેલા પિતા નવીનભાઈ જનાભાઈ ચૌધરી અને વ્યારા મિશ્ર શાળામાં ફરજ બજાવતી માતા નલીનાબેન ચૌધરી પર ગૌરવ અપાવનાર દીકરી માટે શુભેચ્છાની વર્ષા શરૂ થઈ છે. બે વર્ષથી મેટ્રો રેલમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતી કશ્તી ચૌધરીના પતિ કેયુર ચૌધરી પણ સુરત એરપોર્ટ ખાતે ફરજ બજાવે છે. કશ્તીએ CM રાજકોટ ખાતેની ગવર્મેન્ટ પોલિટેકનિકમાં ડિપ્લોમાં ઈલેકટ્રીક શાખામાં અભ્યાસ કરી વડોદરાની બાબરીયા કોલેજમાંથી ડિસ્ટિકશન સાથે ડીગ્રી એન્જિનિયરની ડીગ્રી પ્રાપ્ત કરી હતી.

Comments