- Get link
- X
- Other Apps
Visit us more sites
તાપી જિલ્લા ઇંચા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સની બેઠક યોજાઈ
- Get link
- X
- Other Apps
Tapi news : તાપી જિલ્લા ઇંચા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સની બેઠક યોજાઈ
*સોશીયલ મિડીયા દ્વારા “સ્વચ્છતા હી સેવા “અભિયાનનો સંદેશો જન-જન સુધી પહોંચાડવા અનુરોધ*
*માહિતી બ્યુરો, તાપી તા.૨૬* તાપી જિલ્લા કલેકટર સભાખંડ ખાતે ઇંચા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષ સ્થાને “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ સંદર્ભે તાપી જિલ્લાના સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સ સાથે બેઠક યોજાઇ હતી. કલેક્ટરશ્રી વી.એન.શાહે સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સને હાલમાં રાજ્યભરમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંગે સમગ્ર જાણકારી આપતા જણવ્યું હતું કે “સ્વચ્છતા હી સેવા” અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતાને જનભાગીદારીથી વ્યાપક બનાવવાનો છે. ઈન્ફ્લ્યુએન્ઝર્સ તરીકે સોશિયલ મિડીયાના માધ્યમથી જન-જન સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવા અનુરોધ કર્યો હતો
વધુમાં કલેક્ટરશ્રી વી.એન.શાહે “સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા”ની થીમ સાથે જિલ્લામાં ચાલી રહેલી વિવિધ પ્રવૃતિઓ વિશે માહિતી આપી આ અભિયાનના ઉદ્દેશ્યને લોકો સુધી પહોંચાડવા જણાવ્યું હતું. તેમજ તા. ૨જી ઓક્ટોબરના રોજ સમગ્ર જિલ્લામાં દરેક સ્થળોએ સફાઈ અભિયાનની ઝુંબેશમાં ભાગીદાર થવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ડીઆરડીએ નિયામકશ્રી ખ્યાતિ પટેલ સૌ સોશિયલ મિડીયા ઈન્ફ્લ્યુએન્ઝર્સને તેમના સહયોગથી સ્વચ્છતા હી સેવા અભિયાનને લોકો સુધી પોંહચાડવા માટે અને લોકો આ અભિયાનનું મહત્વ સમજે અને પોતાના ગામ સહિત ભારત દેશને સ્વચ્છ બનાવવામાં ભાગીદારી નોધાવે તે માટે પ્રયત્નો કરવા સૌને અપિલ કરી હતી.
આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ,સહાયક માહિતી નિયામકશ્રી નિનેશકુમાર ભાભોર સહિત મોટી સંખ્યામાં સોસિયલ મિડિયા ઈન્ફ્લ્યુએન્ઝર્સ ઉપસ્થિત રહ્યા હતા.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment