- Get link
- X
- Other Apps
Visit us more sites
- Get link
- X
- Other Apps
તાપી જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે "રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ લેવાયા
વિવિધ અધિકારી/કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા માટે સ્વયંને સમર્પિત કરવાના શપથ લીધા
માહિતી બ્યુરો,તાપી. તા.૩૦: લોહપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ તા.૩૧ ઓક્ટોબરના રોજ દર વર્ષે "રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ સરકારી કચેરીઓ,બોર્ડ,નિગમોમાં “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવામાં આવે છે. આગામી તા.૩૧/૧૦/૨૦૨૪ના રોજ જાહેર રજા હોઇ રાજ્ય સરકાર દ્વારા તા.૩૦/૧૦/૨૦૨૪ના રોજ "રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવા જણાવાયું હતું. જે અન્વયે તાપી જિલ્લામાં આજરોજ સેવાસદન કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા અને તાલુકાની અન્ય વિવિધ કચેરીઓમાં સર્વે અધિકારી/કર્મચારીઓ દ્વારા "રાષ્ટ્રીય એકતા દિવસ” ના શપથ લેવામાં આવ્યા હતા. આ સાથે તાપી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે,પ્રાયોજના વહિવટદારશ્રીની કચેરી ખાતે અધિકારી/કર્મચારીઓએ એકતા શપથ લઇ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા માટે સ્વયંને સમર્પિત કરવાના શપથ લીધા હતા.
0000000000000
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment